જમ્મુમાં વધુ એક આતંકી હુમલો: CISF જવાનોની બસ પર હુમલો કરતા એક ASI શહીદ, 2 ઘાયલ

જમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે સવારે લગભગ 4.15 વાગ્યે આતંકીઓએ 15 CISF જવાનોની બસ પર હુમલો કર્યો છે.

Update: 2022-04-22 06:17 GMT

જમ્મુના ચઢ્ઢા કેમ્પ પાસે સવારે લગભગ 4.15 વાગ્યે આતંકીઓએ 15 CISF જવાનોની બસ પર હુમલો કર્યો છે.CISF ના અધિકારીએ કહ્યું કે, આતંકવાદી હુમલામાં તેઓએ જવાબી કાર્યવાહી પણ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ ઓપરેશન દરમિયાન CISF ના એક ASI શહીદ થયા છે અને અન્ય બે ઘાયલ થયા છે. જમ્મુ-કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં બે એન્કાઉન્ટર થયા છે, જેમાં પાંચ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ વિરુદ્ધ આ ઓપરેશનમાં એક ભારતીય જવાન પણ શહીદ થયો જ્યારે 9 ઘાયલ થયાના અહેવાલ સામે આવી રહ્યાં છે. તાજેતરના હુમલામાં જમ્મુના સુંજવાં વિસ્તારમાં આવેલા ચઢ્ઢા કેમ્પ પાસે સવારે લગભગ 4.15 વાગ્યે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં આતંકવાદીઓએ ફરજ પર લઇ જવાતા 15 CISF ના જવાનોની બસ પર હુમલો કર્યો હતો. આ આતંકી હુમલામાં CISF એ પણ જવાબી કાર્યવાહી કરી હતી. ત્યાર બાદ આતંકીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર કાર્યવાહીમાં કુલ પાંચ જવાનો ઘાયલ થયા હતાં જેમાંથી CISF નો એક ASI શહીદ થયો હતો.

Tags:    

Similar News