મહારાષ્ટ્રના દિગ્ગ્જ મંત્રી નવાબ મલિકની ધરપકડ, વાંચો શું છે મામલો

મહારાષ્ટ્રના દિગ્ગજ મંત્રી નવાબ મલિક પર મની લોન્ડરિંગનો આરોપ છે. ઈડીએ પૂછપરછ માટે વહેલી સવારે તેમને ઘરેથી ઉઠાવ્યા હતા

Update: 2022-02-23 11:12 GMT

મહારાષ્ટ્રના દિગ્ગજ મંત્રી નવાબ મલિક પર મની લોન્ડરિંગનો આરોપ છે. ઈડીએ પૂછપરછ માટે વહેલી સવારે તેમને ઘરેથી ઉઠાવ્યા હતા અને આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. આઠ કલાક પૂછપરછને અંતે તેમની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ રાજનીતિ ઉગ્ર થવાના એંધાણ છે.

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ દેશમાં હિંસા ફેલાવાની તૈયારી કરી રહ્યું છે અને તેના માટે તેણે એક સ્પેશિયલ યુનિટ પણ બનાવી રાખી છે, જેના માધ્યમથી તે દેશના કોઈ મોટા નેતા અથવા વેપારી પર જીવલેણ હુમલો કરવાની તૈયારી પણ કરી રહ્યા છે. આ જાણકારીના આધારે નેશનલ ઈન્વેસ્ટેીગેશન એજન્સીએ દાઉદ અને તેના નજીકના લોકો વિરુદ્ધ મામલો નોંધાવ્યો છે. હવે જ્યારે આટલું મોટું પ્લાનિંગ થઈ રહ્યું હતુ, તો તેના માટે ઘણાં બધાં રૂપિયા પણ જોઈએ, જે બાદ આ મામલે ઈડીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને તેના નજીકના સાથીઓ વિરુદ્ધ મની લોન્ડ્રીંગનો મામલો નોંધાવ્યો છે અને આ મામલે ઈડીએ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની ધરપકડ કરી છે. જે હાલમાં ઈડીની કસ્ટડીમાં છે.

9 નવેમ્બર 2021ના રોજ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકના અન્ડરવર્લ્ડ સાથેના સંબંધનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નવાબ મલિકે દાઉદ ઈબ્રાહિમની ગેંગ પાસેથી જમીન ખરીદ હતી. આ જમીન મુંબઈમાં બ્લાસ્ટ કરનારા આરોપીઓની છે. પૂર્વ CMએ આરોપ લગાવ્યો કે સરદાર શાહ વલી ખાન અને હસીના પારકરના નજીકના ગણાતા એવા સલીમ પટેલનો નવાબ મલિકની સાથે વ્યવસાયિક સંબંધ છે. આ બંનેએ નવાબ મલિકના સંબંધીની એક કંપનીને મુંબઈના એલબીએસ રોડ પર આવેલી કરોડોની જમીનને કોડીના ભાવે વેચી નાંખી.

Tags:    

Similar News