કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડ પર ભાજપ આકરા પાણીએ,ઉદ્ધવના 27 મંત્રીઓ પર કર્યાં આક્ષેપ

Update: 2021-08-24 12:46 GMT

દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપતા ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ જણાવ્યું કે નારાયણ રાણેની ધરપકડ લોકશાહીની હત્યા છે. પાત્રાએ કહ્યું કે નારાયણ રાણના મામલો ગંભીર છે. એક બાજુ આ લોકશાહીનો ભંગ છે, લોકશાહીની હત્યા છે. નારાયણ રાણે થોડા વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હશે તે વાત સાચી, તે શબ્દો નહોતા બોલવા જોઈતા. સંબિત પાત્રાએ જણાવ્યું કે શું આ કાયદો છે. મહારાષ્ટ્રના મંત્રી કહી રહ્યાં છે કાયદો સર્વોપરી છે. ભાજપના કાર્યાલયો પર પથ્થરમારો કરવો, લોકોના જાન જોખમમાં મૂકવા શું કાયદો છે. આ રીતે કેન્દ્રીય મંત્રી પર 30-40 એફઆઈઆર કરી નાખવી શું કાયદો છે. આજે મહારાષ્ટ્રમાં ઘણા મંત્રી છે.27 એવા મંત્રી છે જેમની પર કેસ ચાલી રહ્યાં છે આવા કેટલા મંત્રીઓ જેલમાં છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની ધરપકડની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે જીની ધરપકડ બંધારણીય મૂલ્યોનું ઉલ્લંઘન છે. આવી કાર્યવાહીથી અમે ન તો ડરીશું અને ન તો દબાઈશું. આ લોકો જન-આશિર્વાદ યાત્રામાં ભાજપને મળતા અપાર સમર્થનથી નારાજ છે. અમે લોકતાંત્રિક રીતે લડતા રહીશું, યાત્રા ચાલુ રહેશે. નારાયણ રાણેની તબિયત તપાસવા સંગમેશ્વર પોલીસ સ્ટેશનમાં આવેલા ડોક્ટર કહે છે કે તેમનું બ્લડ પ્રેશર વધી ગયું છે. વૃદ્ધાવસ્થા અને સુગરના દર્દી હોવાને કારણે, તેને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે અને ઇસીજી કરવાની પણ જરૂર છે. જોકે, તેનું સુગર લેવલ ચેક થઈ શક્યું નથી.

Tags:    

Similar News