જમ્મુમાં બ્રિજ પરથી બસ પડી, 10નાં મોત:20 ઘાયલ, અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહેલી બસમાં 75 શ્રદ્ધાળુઓ હતા

જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી.

Update: 2023-05-30 07:11 GMT

જમ્મુના કટરાથી લગભગ 15 કિલોમીટર દૂર ઝજ્જર કોટલી પાસે મંગળવારે સવારે એક બસ પુલ પરથી પડી ગઈ હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા અને 20 લોકો ઘાયલ થયા હતા. મુસાફરોથી ભરેલી બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી ત્યારે તેણે ડ્રાઇવરે સ્ટયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને બસ ખાઇમાં પડી ગઇ. સ્થાનિક લોકો, CRPF અને SDRFએ ઘટનાસ્થળે લોકોને બચાવ્યા.બસ અમૃતસરથી વૈષ્ણોદેવી જઈ રહી હતી. તેમાં 75 મુસાફરો સવાર હતા. જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ જણાવ્યું કે આ અકસ્માતમાં 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જ્યારે અન્ય લોકોને નાની-મોટી ઈજાઓ થઈ છે. ગંભીર રીતે ઘાયલોને જીએમસી જમ્મુમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય ઘાયલોની સ્થાનિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર ચાલી રહી છે. ઘટના અંગે માહિતી આપતા જમ્મુના ડીસીએ જણાવ્યું કે બસ ઊંડી ખીણમાં પડી જવાથી 10 લોકોના મોત થયા છે જ્યારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગંભીર રીતે ઘાયલોને સરકારી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય 12 લોકોને સ્થાનિક પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે.

Tags:    

Similar News