દેશમાં કોરોનાનો ધમાકો, 24 કલાકમાં 3.47 લાખ પોઝિટિવ કેસ

કોરોનાના કેસમાં ભારે વધારો થયો છે. ગત 24 કલાક દરમિયાન 3,47, 254 મામલા આવ્યા છે.

Update: 2022-01-21 04:49 GMT

કોરોનાના કેસમાં ભારે વધારો થયો છે. ગત 24 કલાક દરમિયાન 3,47, 254 મામલા આવ્યા છે. એટલે કે કાલની સરખામણીએ 29, 722 વધારે કેસ આવ્યા છે. એટલું જ નહીં આ દરમિયાન 703 લોકોના મોત થયા છે. જ્યારે એક દિવસ પહેલા 491લોકોના મોત થયા હતા. ત્યારે 2, 51, 777 લોકો સાજા થયા છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 20, 18, 825 છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 17.94 ટકા છે. 9,692 ટોટલ ઓમિક્રોનના કેસ છે. જે કાલની સરખામણીએ 4.36 ટકા વધ્યા છે.ગરુવારથી દેશભરમાં 3 લાખ 17 હજાર કેસ સામે આવ્યા હતા. ઓમિક્રોન વેરિએન્ટના મામલામાં 3.63 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કર્ણાટકમાં ગુરુવારે કોરોનાના 47, 754 નવા મામલા સામે આવ્યા અને 29 લોકો સંક્રમણથી મોત થયા. રાજ્યોમાં સંક્રમણના કુલ મામલાની સંખ્યા 33, 76, 953 અને મરનારાની કુલ સંખ્યા 38,515 થઈ ગઈ છે.દેશમાં કોરોનાનો ધમાકો, 24 કલાકમાં 3.47 લાખ પોઝિટિવ કેસ

Tags:    

Similar News