મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી ચિંતા વધારી, XBB વેરિઅન્ટના 18 કેસ નોંધાતા BMCએ એક એડવાઈઝરી જારી કરી

રાજ્યમાં XBB વેરિઅન્ટના 18 કેસ નોંધાયા

Update: 2022-10-19 15:54 GMT

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી વધવા લાગ્યા છે. ચિંતાનો વિષય એ છે કે આ મહિને અત્યાર સુધીમાંરાજ્યમાં XBB વેરિઅન્ટના 18 કેસ નોંધાયા છે. આ ઓમિક્રોનનો બીજો સબવેરિયન્ટ છે. આ સબવેરિયન્ટના કારણે સિંગાપોરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે, તેને વધુ ચેપી પણ ગણાવવામાં આવી રહ્યો છે. હવે મહારાષ્ટ્રમાં આ જ વેરિએન્ટના કેસ સામે આવી રહ્યા છે.

મુંબઈમાં કોરોના કેસ વધતા ગઈકાલે બીએમસીએ એક એડવાઈઝરી જારી કરી હતી જેમાં લોકોને સાવચેતી રાખવાનું જણાવાયું હતું.

Tags:    

Similar News