દેશમાં સતત ઘટી રહ્યો છે કોરોનાનો ગ્રાફ,24 ક્લાકમાં 26 હજાર કેસ નોંધાયા

ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના 26, 041 કેસ મળી રહ્યા છે. આ દરમિયાન 29, 621 લોકો સાજા થયા છે.

Update: 2021-09-27 05:59 GMT

ભારતમાં ગત 24 કલાકમાં કોરોનાના 26, 041 કેસ મળી રહ્યા છે. આ દરમિયાન 29, 621 લોકો સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ 97.78 ટકા પર છે. દેશમાં તમામ એક્ટિવ કેસ પણ ઘટીને 2, 99, 620 થઈ ગયા છે. આ આંકડા 191 દિવસ બાદ આટલો ઓછો મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા આજે સતત ત્રીજા દિવસે 30 હજારની નીચે આવી છે. ગત અનેક દિવસોથી કોરોનાના દર્દીઓની સંખ્યા 30-40 હજારની વચ્ચે રેકોર્ડ કરવામાં આવી રહી છે. આ આંકડાને જોયા બાદ વિશેષજ્ઞોની ત્રીજી લહેરની ચેતવણી જારી કરી દીધી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ભલે તમામ કોરોનાની સ્થિતિ સુધરેલી જોવા મળી રહી હોય પરંતુ ગમે ત્યારે આ આંકડામાં વધારો થઈ શકે છે. કોરોનાથી સૌથી વધારે અસરકારક કેરળમાં શનિવારે 15, 951 નવા મામલા આવ્યા છે. ત્યારે 165 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો. હાલ માટે રાજ્યમાં સંક્રમણનો દર 0.94 ટકા છે અને મામલાના ગત અઠવાડિયાની સરખામણીમાં 5 ટકા ઓછો છે. જ્યારે હવે સ્થિત પહેલાની સરખામણીએ વધારે સારી છે. તેવામાં રાજ્ય સરકારે કેટલાક પ્રતિબંધોથી લોકોને મુક્ત કરવાનું શરુ કરી દીધું છે. આ સાથે જ સંક્રમણના કુલ મામલા વધીને 46, 29, 915 થઈ ગઈ અને મૃતકોની સંખ્યા 24, 603 પર પહોંચી ગઈ. એક સત્તાવાર જાહેરાતમાં કહેવામાં આવ્યું કે શનિવારથી 17, 658 લોકો સંક્રમણથી ઉભરી ચૂક્યા છે.

Tags:    

Similar News