કોર્ટે કોંગ્રેસના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપ્યો, જાણો શુ છે કારણ..?

બેંગલુરુની એક કોર્ટે ટ્વિટરને કોંગ્રેસ પાર્ટી અને ભારત જોડો યાત્રાના હેન્ડલ્સને અસ્થાયી રૂપે બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો

Update: 2022-11-07 16:01 GMT

બેંગલુરુની એક કોર્ટે ટ્વિટરને કોંગ્રેસ પાર્ટી અને ભારત જોડો યાત્રાના હેન્ડલ્સને અસ્થાયી રૂપે બ્લોક કરવાનો નિર્દેશ આપ્યો છે. એમઆરટી મ્યુઝિક કંપનીએ કોંગ્રેસ સામે કોપીરાઈટ કેસ દાખલ કર્યો હતો. આરોપ છે કે આ હેન્ડલ્સ પર KGF-2 ફિલ્મના ગીતો સાથેના વીડિયો શેર કરવામાં આવ્યા હતા. આમ કરવાથી કથિત રીતે કોપીરાઈટનું ઉલ્લંઘન થયું છે.

એમઆરટી મ્યુઝિકે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી, જયરામ રમેશ અને સુપ્રિયા શ્રીનેત વિરુદ્ધ યશવંતપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. મ્યુઝિક કંપનીએ તેની ફરિયાદમાં કહ્યું હતું કે તેણે હિન્દીમાં KGF-2 ગીતોના અધિકારો મેળવવા માટે ઘણા પૈસા ચૂકવ્યા છે.

આ મામલે કોર્ટે કહ્યું કે અરજદાર વતી સીડી દ્વારા સાબિત થયું છે કે ગીતના મૂળ વર્ઝનમાં કેટલાક ફેરફારો સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના માર્કેટિંગ વીડિયો પાઈરેસીને પ્રોત્સાહન આપે છે. કોર્ટે પોતાના આદેશમાં ટ્વિટરને બે હેન્ડલ પરથી ત્રણ લિંક હટાવવાનો નિર્દેશ આપ્યો છે અને વધુમાં કોંગ્રેસ અને ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે.

Tags:    

Similar News