દિલ્હી ખાતે તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સહકાર પરિસંવાદ યોજાશે

દેશના પ્રથમ સહકાર પ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત.

Update: 2021-09-06 12:56 GMT

આગામી. તા. ૨૫ સપ્ટેમ્બરના રોજ ઇન્દ્રપ્રસ્થ ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે યોજાનારરાષ્ટ્રીય સહકાર પરિસંવાદના આયોજન આજરોજ NCUI હેડ ક્વાટર્સ નવી દિલ્હીખાતે એક મહત્વની બેઠક યોજાઇ. જેમાં દિલીપ સંઘાણી તથા કોર કમિટીના સભ્યો ક્રિભકોના ચેરમેન ચંદ્રપાલસિંહ યાદવ, નાફેડના ચેરમેન બિજેન્દર સિંહ, ઈફકોના એમ.ડી.ડો.યુ.એસ. અવસ્થી, નાફસ્કોબના પ્રમુખ રવિન્દ્ર રાવ, નાફકબના પ્રમુખ જ્યોતિન્દ્ર મહેતા, અને સહકાર ભારતીના પ્રમુખ રમેશ વૈદ્યનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


દેશમાં સહકારીતાના માધ્યમથી નવી અર્થવ્યવસ્થાના નિર્માણ સારૂ તેમજ દેશના સહકારી માળખાને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં જ સહકારી મંત્રાલય બનાવ્યું છે. જે ખરા અર્થમાં સહકારી સંસ્થાના વિકાસ માટે પૂરક બની રહેશે તેમ દિલીપસંઘાણીએ જણાવ્યું હતું.

ગુજરાતનાં સહકાર માળખાને મજબૂત બનાવવા માં મહત્વપૂર્ણ યોગદાન આપનાર અમિતભાઈ શાહ દેશના પ્રથમ સહકારમંત્રી તરીકે પરિસંવાદમાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીના "સહકાર થી સમૃદ્ધિ"ના મંત્ર ને ચરિતાર્થ કરવા તથા સમગ્ર દેશના સહકારીમાળખાને વધુ મજબૂત કરવા માર્ગદર્શન આપશે.

Tags:    

Similar News