ગૌતમ ગંભીરને સતત ત્રીજી વખત આતંકી સંગઠને આપી જાનથી મારી નાંખવાની ધમકી

મેલમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ અને આઈપીએસ શ્વેતા ચૌહાન પણ કશું કરી શકશે નહીં.

Update: 2021-11-28 10:08 GMT

કથિત રીતે ગૌતમ ગંભીરને આઈએસઆઈએસ કાશ્મીરના ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ મેલમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ અને આઈપીએસ શ્વેતા ચૌહાન પણ કશું કરી શકશે નહીં. દિલ્હી પોલીસમાં અમારા જાસૂસ છે. જે અમને તારા વિશે માહિતી આપી રહ્યાં છે. આ અગાઉ મંગળવારની રાત્રે પણ ગૌતમ ગંભીરને તેના સત્તાવાર ઈ-મેલ પર આઈએસઆઈએસ કાશ્મીર દ્વારા મેલ કરી તેમને અને તેમના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગૌતમ ગંભીરના ખાનગી સેક્રેટરી ગૌરવ અરોડાએ ધમકીની લેખિતમાં ફરિયાદ સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ ડેપ્યુટી પોલીસ કમિશ્નરને આપી હતી. આઈએસઆઈએસ કાશ્મીર તરફથી ધમકી મળ્યાંની સૂચના મળ્યાં બાદ રાત્રે સાંસદના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ સાથે દિલ્હી પોલીસની તમામ એજન્સીઓ આ મામલાની તપાસમાં જોડાઈ છે. આ સંદર્ભે સેન્ટ્રલ ડિસ્ટ્રીક્ટ ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે આ મામલાની તપાસ ચાલુ છે. તપાસ બાદ તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Tags:    

Similar News