હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ રાની કમલાપતિ કરાયું, દેશના પહેલા વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું PM મોદી કરશે ઉદ્ધાટન

મધ્ય પ્રદેશના ભોપાલમાં હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલી રાની કમલાપતિ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે.

Update: 2021-11-13 08:23 GMT

મધ્ય પ્રદેશના ભોપાલમાં હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલી રાની કમલાપતિ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશ સરકારે આને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે શિવરાજ સરકારે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો હતો. પત્રમાં કહ્યું છે કે વર્તમાન રેલવે સ્ટેશનનું નામ હબીબગંજ રેલવે સ્ટેશન છે. જેને બદલીને રાની કમલાપતિ રેલવે સ્ટેશન કરી દેવામાં આવ્યું. મધ્ય પ્રદેશના પરિવહન વિભાગ તરફથી આ ચિઠ્ઠી કેન્દ્ર સરકારને લખવામાં આવી હતી. હકિકતમાં પ્રધાનમંત્રી મોદી 15 નવેમ્બરે આધુનિક સુવિધાઓને સજ્જિત હબીબગંજના વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનનું ઉદ્યાટન કરશે.

જેની પહેલા ભોપાલ લોકસભા સીટથી ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવાની માંગ કરી ચૂક્યા છે. પ્રજ્ઞા ઠાકુરે ગુરુવારે ટ્વીટ કરી ભોપાલમાં 15 નવેમ્બર 2021ને પીએમ મોદીનો જનજાતીય ગૌરવ દિવસ પર આવવું અમારા ભોપાલ માટે શુભ સંકેત છે. મને વિશ્વાસ છે કે મોદીજી હબીબગંજ રેલવે સ્ટેશનું નામ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપઈજીના નામ પર રાખવાની જાહેરાત કરશે.

Tags:    

Similar News