ઉત્તરભારતના રાજ્યોમાં ભારે વરસાદન ઇ ચેતવણી,હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી

Update: 2023-08-05 05:19 GMT

ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં તોફાનની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશના બાકીના ભાગોમાં વીજળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગના અપડેટ મુજબ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં વરસાદની શક્યતા છે.

Tags:    

Similar News