મોંઘવારીનો ડામ : પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો, સામાન્ય જનતા પરેશાન

દેશમાં સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે

Update: 2021-10-23 04:53 GMT

દેશમાં સરકારી તેલ કંપનીઓ દ્વારા સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયા બાદ દિલ્હીમાં 35 પૈસા વધી જતાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. 107.24 અને ડીઝલ 95.97 રૂપિયા થયું છે.

જોકે, આ મહિને છેલ્લા 23 દિવસમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 18મી વખત વધારો નોંધાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 5.60 અને ડીઝલ 6 રૂપિયા મોંઘું થયું છે, જ્યારે 2021ની વાત કરીએ તો આ વર્ષે 1 જાન્યુઆરીએ પેટ્રોલ 83.97 અને ડીઝલ 74.12 રૂપિયા પ્રતિલિટર હતું. હવે આ 106.54 અને 95.27 રૂપિયા પ્રતિલિટર થયું છે. એટલે કે, 10 મહિનાથી ઓછા સમયમાં પેટ્રોલ 22.57 અને ડીઝલ 21.15 રૂપિયા સુધી મોંઘું થયું છે. આ સાથે જ બેન્ચમાર્ક બ્રેન્ટક્રૂડના ભાવમાં લગભગ 85 ડોલર પ્રતિ બેરલ છે, જે આગામી 3થી 6 મહીના, આ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. તેનું 100 ડોલર સુધી પહોંચવા પર પેટ્રોલ-ડીઝલમાં હાલની કિમતોથી 8-10 રૂપિયા પ્રતિલિટર વધુ મોંઘું થઇ જશે. જેથી ભારતની મુશ્કેલીઓમાં વધારો થયો છે, જે જરૂરના લગભગ 85 ટકા ક્રૂડઓઇલ આયાત કરે છે. હજુ આયાત વધારવી પડે તેવી શક્યતા વર્તાઇ રહી છે.

Tags:    

Similar News