મહારાષ્ટ્ર: યવતમાલથી મુંબઈ જઈ રહેલ બસમાં આગ, 11 મુસાફરો જીવતા ભડથુ, 38 દાઝ્યા

Update: 2022-10-08 04:14 GMT

મહારાષ્ટ્રના નાસિકમાં ગઈ રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો. બસ અને આઈશર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જેના કારણે બસની ડીઝલ ટાંકી ફાટી ગઈ હતી અને તેના આગળના ભાગમાં આગ લાગી હતી. જોત જોતામાં બસ 20 મિનિટમાં બળીને ખાખ થઈ ગઈ હતી.આ અકસ્માતમાં બસમાં સવાર 11 લોકો જીવતા સળગી ગયા હતા. આ સિવાય 38 મુસાફરો ઘાયલ થયા છે. બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી. આ અકસ્માત સવારે 5.15 કલાકે થયો હતો. કેટલાક મુસાફરોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માત નાશિક-ઔરંગાબાદ રૂટ પર નંદુરનાકા પાસે થયો હતો. ચિંતામણિ ટ્રાવેલ્સની બસ હતી. તેમાં 45-50 લોકો હતા.

નાયબ પોલીસ કમિશનર અમોલ તાંબેએ અકસ્માતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે 11 લોકોના મોત થયા છે. રાજ્ય સરકારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને મદદ કરી છે.દરેકને રૂ.5 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સૌથી વધુ જાનહાનિ બસના આગળના ભાગમાં થઈ છે. વહેલી સવાર હોવાથી મોટાભાગના મુસાફરો સૂઈ ગયા હતા,જેથી તેઓને બચવાની તક મળી ન હતી. મૃતકોમાં બસનો ડ્રાઈવર અને કેટલાક બાળકો પણ સામેલ છે.મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઘાયલોને મફત સારવાર આપવામાં આવશે. શિંદેએ કહ્યું- 3 લોકોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરવામાં આવશે.

Tags:    

Similar News