LG મનોજ પાંડે આજે સંભાળશે દેશના નવા આર્મી ચીફ તરીકેનો પદભાર

મનોજ પાંડે આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળનારા કૉર ઓફ એન્જિનિયર્સ ના પ્રથમ અધિકારી હશે.

Update: 2022-04-30 07:55 GMT

ભારતીય સેનાના શક્તિશાળી અને અનુભવી અધિકારી લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે આજે દેશના નવા આર્મી ચીફ તરીકેનો ચાર્જ સંભાળવા જઈ રહ્યાં છે. ત્યારે તમને જણાવી દઇએ કે, ભારતીય સેનામાં આવું પહેલી વાર બની રહ્યું છે કે જ્યારે આર્મી એન્જિનિયર કોરના કોઇ અધિકારીને સેનાની કમાન સોંપવામાં આવી રહી છે. લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે હાલમાં સેનાના ઉપપ્રમુખ છે. 18 એપ્રિલના રોજ તેની સેના પ્રમુખ બનાવવા અંગેની જાહેરાત કરાઇ હતી.28 વખત માત્ર પાયદળ, તોપખાના અને સશસ્ત્ર રેજિમેન્ટના અધિકારીઓ 13 લાખ જવાનો સાથે ભારતીય સેનાનું નેતૃત્વ કરી રહ્યાં છે. અધિકારી લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે દેશના 29માં આર્મી ચીફ હશે.

આ પહેલા ભારતીય સેનામાં એન્જિનિયર-ઇન-ચીફ લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહ ગઇ કાલે શુક્રવારના રોજ કૉર ઑફ એન્જિનિયર્સ તરફથી નામાંકિત આર્મી સ્ટાફ ના વડા લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડે અને વસ્ત્રો સોંપ્યા હતા. મનોજ પાંડે આર્મી ચીફ તરીકે કાર્યભાર સંભાળનારા કૉર ઓફ એન્જિનિયર્સ ના પ્રથમ અધિકારી હશે.એલજી મનોજ પાંડે આજે 30 એપ્રિલ (શનિવાર) ના રોજ નિવૃત્ત થયા બાદ જનરલ એમ એમ નરવાણે નું સ્થાન લેશે.

આ જ વર્ષે 1 ફેબ્રુઆરીના રોજ આર્મી વાઈસ ચીફ બનતા પહેલા સેનાના પૂર્વી કમાન્ડો નું નેતૃત્વ કરી રહ્યાં હતા. આ કમાન્ડ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા ની સુરક્ષા માટે જવાબદાર છે.લેફ્ટનન્ટ જનરલ પાંડે એવાં સમયે ભારતીય સેનાનો હવાલો સંભાળી રહ્યાં છે કે જ્યારે સરકાર અનેક સુરક્ષા પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે ત્રણેય સેનાઓ (આર્મી, નેવી અને એરફોર્સ) ના એકીકરણ લઇને ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.LG પાંડેએ પોતાની કારકિર્દી દરમ્યાન આંદામાન અને નિકોબાર કમાન્ડના વડા તરીકે પણ સેવા આપી છે.

Tags:    

Similar News