યુપીમાં આંધી-તોફાન સાથે આકાશી વીજળી ત્રાટકતા 35થી વધુ લોકોના મોત થતા હડકંપ મચ્યો.

Update: 2021-07-11 15:48 GMT

યુપીમાં ઘણા જિલ્લામાં રવિવારે જોરદાર વરસાદ વરસ્યો છે. વરસાદ દરમિયાન કેટલાક જિલ્લામાં વીજળીનો પ્રકોપ જોવા મળ્યો છે. આકાશીય વીજળી ત્રાટકતા પ્રયાગરાજ, કૌશંબી અને પ્રતાપગઢમાં 14 લોકોના તો કાનપુર અને તેની આજુબાજુના જિલ્લામાં 18 લોકોના મોત થયા છે.

કાનપુરના ભોગનીપુર વિસ્તારમાં વીજળી પડતા પાંચ લોકોના મોત થયા હતા. તો ઘાટમપુર વિસ્તારમાં એક યુવક અને 43 પશુઓના મોત થયા હતા. ફતેહપુરના અસોથર, બકેવર, ચાંદપુરમાં વીજળી પડતા ત્રણ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા હતા.

બાંદામાં વીજળી પડતા બે બાળકોના મોત થયા હતા. હમીરપુરમાં પણ આકાશીય વીજળીએ કેર વર્તાવ્યો હતો. અહીં બે લોકોના મોત થયા હતા. એક દિવસમાં આટલી મોટી સંખ્યામાં મોત થયા લોકોમાં પણ દહેશતનો માહોલ છે.

Tags:    

Similar News