હવે તમારે પાસપોર્ટ વેરીફીકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન રૂબરૂ જવાની જરૂર નથી,વાંચો નવો નિયમ

હવે તમારે પાસપોર્ટ વેરીફીકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન રૂબરૂ જવાની જરૂર નથી.

Update: 2023-11-22 10:29 GMT

હવે તમારે પાસપોર્ટ વેરીફીકેશન પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન રૂબરૂ જવાની જરૂર નથી. નવા પરિપત્ર પ્રમાણે હવે અરજદારની નાગરિકતા અને ગુનાહિત ઇતિહાસની જ ખાલી ચકાસણી થશે. ઉલ્લેખનિય છેકે હવે પોલીસને અરજદારના સરનામાંની ચકાસણી કરવાની જરૂર રહેશે નહી. એ સાથે અરજદારની સહી અને રૂબરૂ મળવાની જરૂરીયાત પણ રહેતી નથી.પાસપોર્ટ અરજદારોને વેરીફીકેશનની પ્રક્રિયા સારૂ પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની જરુરીયાત રહેતી નથી.પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાંની ચકાસણી કરવાની આવશ્યકતા રહેતી નથી.તેમ છતાં, જે કિસ્સામાં પોલીસને એવી જરૂરીયાત જણાય કે પાસપોર્ટ અરજદારોની વધુ ખરાઈ કરવાની આવશ્યકતા છે તેવા કિસ્સામાં જ પોલીસે અરજદારોના રહેણાંક સ્થળની મુલાકાત ક૨વી જોઈએ.

Tags:    

Similar News