હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવતના નિધનથી લોકો સ્તબ્ધ, નિષ્પક્ષ તપાસની જરુરઃ સુબ્રમણ્યમ સ્વામી

સીડીએસ બિપિન રાવતના નિધન પર ભાજપના રાજ્યસભાના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટે સિટિંગ જજ પાસે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.

Update: 2021-12-11 07:34 GMT

સીડીએસ બિપિન રાવતના નિધન પર ભાજપના રાજ્યસભાના સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ કોર્ટે સિટિંગ જજ પાસે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. આની પહેલા શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પણ હેલિકોપ્ટર ઘટના પર શંકા વ્યક્ત કરી હતી. ડો. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ટ્વીટર પર એક વીડિયો જારી કરી કહ્યું, હેલિકોપ્ટર ઘટનામાં સીડીએસ રાવતના નિધનથી તમામ લોકો હેરાન છે. તેમણે કહ્યું કે બહું નિડર અધિકારી અને સ્વસ્થ્ય વ્યક્તિ હતા. જેમણે ઘણા લોકો પસંદ નહોંતા કરતા. સ્વામીએ પોતાના વીડિયો સંદેશમાં સવાલ કર્યો કે આટલું હાઈરેટેડ એરક્રાફ્ટ જે રીતે દુર્ઘટનાગ્રસ્ત થવું નિષ્પક્ષ તપાસની માંગ કરે છે. આટલા મોટા અધિકારીનું રશિયા પાસેથી ખરીદેલ હેલિકોપ્ટરમાં મોત પોતાની રીતે અલગ ઘટના છે. તેમણે તાઈવાનના મુખ્ય સૈન્ય અધિકારીના પણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોતનો સંદર્ભ ટાંકટા સ્વામી સુપ્રીમ કોર્ટના હાજર જજના ઓબ્જેર્વેશનમાં તપાસની માંગ કરી છે. સ્વામીએ કહ્યુ કે હાલમાં જ તાઈવાનના મુખ્ય સૈન્ય અધિકારીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. એ બાદ તે દેશનું કહેવું છે કે આમાં ચીનનો હાથ છે. પરંતુ ભારત સરકાર ભાર પૂર્વક એમ કહી રહી છે કે ખરાબ હવામાનના કારણે આવું થયું છે. દેશના 95 ટકા લોકોને સુપ્રીમ કોર્ટ પર ભરોસો છે એટલા માટે સીટિંગ જજ પાસે જ આની તપાસ કરાવી જોઈએ.

Tags:    

Similar News