કોરોના અને ઓમિક્રોનના કેસ વધતાં કેન્દ્ર સરકારની ચિંતામાં વધારો, PM મોદી સમીક્ષા બેઠક યોજશે...

દેશમાં સતત વધતાં કોરોનાના પોઝિટિવ કેસ અંગે કેન્દ્ર સરકારની ચિંતામાં પણ વધારો થયો છે,

Update: 2021-12-23 04:27 GMT

દેશમાં સતત વધતાં કોરોનાના પોઝિટિવ કેસ અંગે કેન્દ્ર સરકારની ચિંતામાં પણ વધારો થયો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં ઓમિક્રોન અંગે પણ ચર્ચા કરવામાં આવનાર છે.

સમગ્ર ભારત દેશમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 247 કેસ નોંધાયા છે. દિલ્હીમાં ઓમિક્રોનના કુલ 57 કેસ નોંધાયા છે. જેથી દિલ્હીની લોક નાયક હોસ્પિટલમાં ઓમિક્રોનના 34 દર્દીઓની સારવાર કરાઈ હતી. આ તમામ દર્દીઓએ ફૂલી વેક્સિનેટેડ હતા. જોકે, તેમાથી 2 લોકોએ તો બૂસ્ટર ડોઝ પણ લીધો હતો, ત્યારે હવે દેશમાં વધતાં ઓમિક્રોન કેસ અંગે પણ કેન્દ્ર સરકારની ચિંતામાં પણ વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોનાને લઈને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અન્ય વિભાગોના અધિકારીઓ પણ હાજર રહેશે. આ દરમ્યાન ઓમિક્રોનના વધતા કેસ પર કાબૂ કેવી રીતે મેળવવો તે અંગે પણ ચર્ચા થશે. નોંધનીય છે કે, ઓમિક્રોનની એન્ટ્રી હવે ઉત્તરાખંડ અને હરિયાણામાં પણ થઈ ગઈ છે, ત્યારે સમગ્ર દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 247 થઈ ગયા છે.

Tags:    

Similar News