PM મોદી નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે, કેન્દ્રીય બજેટ પહેલા અભિપ્રાય-સૂચનો લેશે.!

પીએમ કેન્દ્રીય બજેટ પહેલા તેમના મંતવ્યો અને સૂચનો લેવા સાથે ભારતીય અર્થતંત્રની સ્થિતિ અને તેના પડકારોનું મૂલ્યાંકન કરશે.

Update: 2023-01-13 05:53 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નીતિ આયોગમાં અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક કરશે. પીએમ કેન્દ્રીય બજેટ પહેલા તેમના મંતવ્યો અને સૂચનો લેવા સાથે ભારતીય અર્થતંત્રની સ્થિતિ અને તેના પડકારોનું મૂલ્યાંકન કરશે.

મળતી માહિતી મુજબ સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. બજેટ સત્ર 6 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે. સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધિત કરશે. સંસદના બંને ગૃહોને આ તેમનું પ્રથમ સંબોધન હશે.

બજેટ સત્રના પહેલા દિવસે બંને ગૃહોમાં આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. આ પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કરશે. બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થઈ શકે છે. સત્રનો પ્રથમ ભાગ 10 ફેબ્રુઆરી સુધી ચાલુ રહી શકે છે. આ પછી, બજેટ સત્રનો બીજો ભાગ 6 માર્ચથી શરૂ થશે અને તે 6 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે.

બજેટ સત્રના પહેલા ભાગમાં બંને ગૃહો રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરશે. આ પછી કેન્દ્રીય બજેટ પર ચર્ચા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપશે. નાણામંત્રી સીતારમણ પણ કેન્દ્રીય બજેટ પરની ચર્ચાનો જવાબ આપશે

બજેટ સત્રના બીજા ભાગ દરમિયાન સરકારના કાયદાકીય કાર્યસૂચિ સિવાય વિવિધ મંત્રાલયોની અનુદાન માટેની માંગણીઓ પરની ચર્ચા પર ધ્યાન આપવામાં આવે છે. મની બિલ તરીકે કેન્દ્રીય બજેટ સત્રના આ ભાગમાં પસાર થાય છે.

Tags:    

Similar News