આવતીકાલે પીએમ મોદીની CM યોગી આદિત્યનાથ સાથે બેઠક,નવા મંત્રીમંડળનો ડ્રાફ્ટ કરાશે તૈયાર

Update: 2022-03-12 07:16 GMT

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સંગઠનના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે. સીએમ આવાસ પર થનારી મહત્વની બેઠક થશે. કાલે દિલ્હીમાં નવા મંત્રીમંડળનો ડ્રાફ્ટ તૈયાર થશે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સંગઠનના પદાધિકારીઓ સાથે મુલાકાત કરશે.સીએમ આવાસ પર થનારી મહત્વની બેઠક થશે. તેમાં પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ અને સંગઠન મહામંત્રી સુનિલ બંસલ પણ હાજર રહેશે. તેમાં સરકાર ગઠન માટે આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે.

બેઠક બાદ સીએમે પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તા સાથે ભોજન કાર્યક્રમમાં શામેલ થશે, જો કે, ભોજન પહેલા સીએમ યોગી નું સંબોધન પણ થવાનું છે. બપોરે 12 કલાકે સંગઠનના પદાધિકારીઓ સાથે સીએમ આવાસ 5 કાલિદાસ માર્ગ પર મહત્વની બેઠક થવાની છે. યોગી સરકાર નવા અવતારમાં 2.0માં કોણ કોણ ચહેરા સામેલ થશે. તેને લઈને સતત સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. પાર્ટી સૂત્રોએ દાવો કર્યો છે, કે, હાલમાં કોઈ પણ લેવલ પર ચર્ચા થઈ નથી. જો કે, એવું માનવામાં આવી રહ્યું છે કે, નવી સરકારમાં અમુક નવા ચહેરાઓને મોકો મળશે. જો કે, મોટી સંખ્યામાં જીતીને આવેલી સરકારમાં અમુક મંત્રીઓને રીપીટ કરી શકે છે.

Tags:    

Similar News