સુદાનથી આવેલા લોકોને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પીએમે કહ્યું હતું કે, વિશ્વના કોઈપણ ખૂણે કોઈપણ ભારતીય મુશ્કેલીમાં હોય છે ત્યાં સુધી સરકાર શાંતિથી બેસતી નથી અને ચેન પણ નથી લેતી.

Update: 2023-05-07 16:23 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન કાવેરી હેઠળ ભારત પરત આવેલા હક્કી-પિક્કી જાતિના લોકો સાથે મુલાકાત કરી તેમજ ચર્ચા કરી હતી. હિકી-પિક્કી જનજાતિના લોકોએ સલામત રીતે સ્થળાંતર કરી પરત લાવવા બદલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો. પીએમે કહ્યું હતું કે, વિશ્વના કોઈપણ ખૂણે કોઈપણ ભારતીય મુશ્કેલીમાં હોય છે ત્યાં સુધી સરકાર શાંતિથી બેસતી નથી અને ચેન પણ નથી લેતી.

તે સમસ્યાના નિરાકરણ લાવવા માટે પ્રયાસો હાથ ધરે છે. વડાપ્રધાને આ મુદ્દા પર રાજનીતિ કરનારાઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક ભારતીયને સલામત રીતે સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે શાંતિથી કામ કરી રહી છે. વિસ્થાપિતોએ તેમનું સમયસર અને સુરક્ષિત સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં માટે વડા પ્રધાનનો આભાર માન્યો હતો.

Tags:    

Similar News