તહેવારો પૂર્વે રાહત ! 8 મહિના બાદ કોરોનાના કેસમાં મોટો ઘટાડો

એક દિવસમાં કોરોનાના ફક્ત 13, 596 નવા કેસ મળ્યા છે. જેના કારણે એક્ટિવ કેસમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે

Update: 2021-10-18 07:04 GMT

દેશમાં કોરોનાના મામલા સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત એક દિવસમાં કોરોનાના ફક્ત 13, 596 નવા કેસ મળ્યા છે. જેના કારણે એક્ટિવ કેસમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે અને આ આંકડો હવે ફક્ત 1, 89, 694 રહ્યો છે. 230 દિવસ એટલે કે 8 મહિના બાદ એવું થયું છે જ્યારે કોરોનાના કેસમાં આટલો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા કેસમાં ઘટાડો અને સાજા થનારાની સંખ્યામાં વધારાના કારણે રિકવરી રેટ પણ તેજીથી વધી રહ્યો છે. હાલમાં રિકવરી રેટ વધતા 98.12 ટકા થઈ ગયો છે. આ આકંડો ગત વર્ષ માર્ચના લેવલ પર પહોંચી ગયો છે. આ તરફ દેશમાં 24 કલાકમાં માત્ર 13 હજારની નજીક કેસ મળ્યા છે તો બીજી તરફ 19, 582 લોકો સાજા થયા છે. એટલું જ નહીં અત્યાર સુધી કુલ કેસોની સરખામણીમાં એક્ટિવ મામલી ટકાવારી જોઈએ તો આ માત્ર 0.56 ટકા જ રહી ગયા છે.

હાલમાં એક્ટિવ કેસ 1. 89 લાખ જ બચ્યા છે અને ગત 220 દિવસમાં આ સૌથી ઓછા આંકડા છે. વીકલી પોઝિટિવિટી રેટ પણ તેજીથી ઘટતા 1.37 ટકા રહી ગયો છે. જે સતત 115 દિવસથી 3 ટકાથી ઓછો બનેલો છે. ડેલી પોઝિટિવિટી રેટ પણ ઓછો થતા 1.37 ટકા પર આવી ગયો છે. એક તરફ કોરોનાના નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રસીકરણમાં તેજીના ચાલતા રાહત વધી છે. અત્યાર સુધી દેશભરમાં 97.79 કરોડથી વધારે રસી લગાવાઈ ચૂકી છે. આ અઠવાડિયે આ આંકડો એક અરબને પાર જઈ શકે છે. એક્સપર્ટ્સનું માનવું છે કે કોરોના રસીના દાયરામાં મોટી વસ્તીના આવવાના કારણે કોરોનાનું સંકટ ઓછુ થયુ છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ નવા કેસમાં ઘટાડો આવવાના ચાલતા રાહતનો દોર જોવા મળી રહ્યો છે. એટલુ જ નહીં ફેસ્ટિવલ સીઝન અને છુટછાટ અપાયા બાદ કેસોમાં ઘટાડો આવવાથી ત્રીજી લહેર ન આવવાની સંભાવના પણ વધી ગઈ છે.

Tags:    

Similar News