સાબરકાંઠા : હિંમતનગર-ધનસુરા હાઇવે પર કારને નડ્યો અકસ્માત, કારમાં સવાર 2 લોકોને પહોચી ઇજા

Update: 2021-07-26 10:15 GMT

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર-ધનસુરા હાઇવે પર પુર ઝડપે દોડતી કારને અકસ્માત નડ્યો હતો, ત્યારે કારમાં સવાર યુવક-યુવતીને નાની મોટી ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, હિંમતનગર-ધનસુરા હાઇવે પર ચંદ્રપુરા-કંપા‌ નજીક પુર ઝડપે પસાર થઈ રહેલી કારને અકસ્માત નડ્યો હતો. જેમાં કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર પહેલા ઝાડ અને બાદમાં‌ વીજ પોલને સાથે ધડાકાભેર અથડાઇ હતી. જોકે, કારની એર બેગ ખુલી જતા કારમાં સવાર યુવક અને યુવતીનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમાં બન્નેને નાની મોટી ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Tags:    

Similar News