આ રાજ્યમાં તા.1લી સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખૂલે, હાઈકોર્ટે આપ્યો સ્ટે

કોર્ટે કહ્યું કે કોઈ પણ સ્કૂલ ખોલવી અનિવાર્ય નથી. બાળકોને સ્કૂલો આવવાની ફરજ પણ ન પાડી શકાય

Update: 2021-08-31 11:11 GMT

તેલંગાણાની કેસીઆર રાવની સરકારે 1 સપ્ટેમ્બરથી સ્કૂલો શરુ કરવાનો આદેશ બહાર પાડ્યો છે પરંતુ હાલના સમયમાં કોર્ટને રાજ્ય સરકારનો સ્કૂલો ખોલવાનો નિર્ણય અયોગ્ય લાગ્યો તેથી કોર્ટે તેની પર પ્રતિબંધ મૂકી દીધો છે. હાઈકોર્ટે એક આદેશ પાસ કરતા જણાવ્યું કે વિદ્યાર્થીઓને સ્કૂલે આવવાની ફરજ ન પાડી શકાય. હાઈકોર્ટે હાલના સંજોગોમાં એક અઠવાડિયા સુધી સ્કૂલો ખોલવા પર પાબંધી મૂકી દીધી છે. કોર્ટે કહ્યું કે કોઈ પણ સ્કૂલ ખોલવી અનિવાર્ય નથી. બાળકોને સ્કૂલો આવવાની ફરજ પણ ન પાડી શકાય. કોર્ટે એવું પણ કહ્યું કે કોઈ પણ ખાનગી કે સરકારી સ્કૂલ ધોરણ 1 થી 12 ના કોઈ પણ વિદ્યાર્થીને શારીરિક કક્ષાઓમાં ભાગ લેવા માટે ફરજ ન પાડી શકે.હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓને એવો પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ કોઈ પણ વિદ્યાર્થીએ ઓફલાઈન ધોરણે ક્લાસમાં આવવાની ફરજ નહીં પાડી શકે. તેલંગાણામાં વાલીઓ અને કાર્યકરો સ્કૂલો ખોલવાનો વિરોધ કરી રહ્યાં છે. વાલીઓએ હાઈકોર્ટમાં સ્કૂલો ખોલવાની વિરૃદ્ધ અરજી કરી હતી. આ કેસની સુનાવણી કરતા કોર્ટે રાજ્ય સરકારના આદેશ પર તત્કાળ સ્ટે મૂકી દીધો હતો. 

Tags:    

Similar News