શિલ્પા શેટ્ટીના અડધા મુંડનનું રહસ્ય ખૂલ્યું, આ માટે કરાવી હતી અંડરકટ હેરસ્ટાઇલ

શિલ્પા શેટ્ટીએ અંડરકટ હેરસ્ટાઇલ કરાવી હોવાનું કહ્યું હતું. માથાના પાછળના ભાગમાંથી અડધા વાળ કાપી નાખવામાં આવ્યા છે.

Update: 2021-10-26 09:35 GMT

શિલ્પા શેટ્ટી થોડાં સમય પહેલાં પોતાની નવી હેરસ્ટાઇલને કારણે ચર્ચામાં હતી. તેણે સો.મીડિયામાં વીડિયો શૅર કરીને અંડરકટ હેરસ્ટાઇલ કરાવી હોવાનું કહ્યું હતું. આ હેરસ્ટાઇલમાં માથાના પાછળના ભાગમાંથી અડધા વાળ કાપી નાખવામાં આવ્યા છે. શિલ્પાએ આ હેરસ્ટાઇલ પતિ માટે કરાવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શિલ્પાએ અન્ડરકટ હેરસ્ટાઇલ એટલા માટે કરાવી હતી, કારણ કે તેણે માનતા માની હતી. શિલ્પાએ બાધા લીધી હતી કે જો પતિ રાજ કુંદ્રાને પોર્નોગ્રાફી કેસમાં જામીન મળી જશે તો તે વાળ કપાવશે. રાજને જામીન મળી ગયા અને પછી શિલ્પાએ માનતા પૂરી કરી હતી. મોબાઇલ એપ માટે પોર્ન ફિલ્મ બનાવવા તથા વેચવાના કેસમાં રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ ધરપકડ કરી હતી. બે મહિના જેલમાં રહ્યા બાદ 20 સપ્ટેમ્બરના રોજ જામીન મળ્યા હતા. જામીન મળ્યાના બીજા દિવસે એટલે કે 21 સપ્ટેમ્બરે રાજ ઘરે આવ્યો હતો. જોકે રાજ કુંદ્રા છેલ્લા એક મહિનાથી ક્યાંય જોવા મળ્યો નથી. રાજની ઓફિસમાં હજી પણ તાળું મારેલું છે.

Tags:    

Similar News