શિવસેનાએ ભાજપને છોડ્યું છે હિંદુત્વને નહીં :મહારાષ્ટ્રના સી.એમ.ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરોએ ગઠબંધનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.

Update: 2022-01-24 06:33 GMT

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરોએ ગઠબંધનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેમનું માનવું છે કે શિવસેનાએ ભાજપની સાથે ગઠબંધનમાં 25 વર્ષ બરબાદ કર્યા.પાર્ટીના સંસ્થાપક અને પોતાના પિતા બાળ ઠાકરેની 96મી જયંતી પર શિવસૈનિકોને સંબોધિત કરતા ઉદ્ધવે કહ્યું કે ભાજપનું હિંદુત્વ સત્તા માટે છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે શિવસેનાએ ભાજપને છોડ્યું છે હિંદુત્વને નહીં. મારુ માનવું છે કે ભાજપના અવસરવાદી હિંદુત્વ સત્તા માટે છે. હકિકતમાં 2019માં મહારાષ્ટ્ર ચૂંટણીઓ બાદ શિવસેના ભાજપથી અલગ થઈ અને મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકાર બનાવવા માટે એનસીપી અને કોંગ્રેસની સાથે ગઠબંધન કર્યુ.ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, અમિત શાહે પુના આવી ને પડકાર આપ્યો હતો કે હિમ્મત છે તો એકલા લડો. અમે એકલા લડવા માટે તૈયાર છીએ. પણ મારી શરત છે કે તમારી સરકારના રુપમાં પોતાની શક્તિનું પ્રયોગ ન કરો. અમે પણ શક્તિનો પ્રયોગ નહીં કરીએ. ચલો બે રાજનીતિક દળોના રુપમાં લડીએ. ત્યારે અમે જોઈશું કે કોણ વધારે શક્તિશાળી છે. ઈડી ઈનકમ ટૈક્સનો ઉપયોગ કરવો અને પછી લડાઈ ઝઘડો કરવું યોગ્ય નથી ઠાકરેએ કહ્યું કે ભાજપનો સિદ્ધાંત યુઝ એન્ડ થ્રો પોલિસી છે. યાદ કરો તે દિવસ જ્યારે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો પોતાની ડિપોઝિટ ગુમાવી દેતા હતા. તે સમયે અમારી જરુર પડી હતી. અમારી સાથે અકાળી દળ અને મમતાની સાથે ગઠબંધન કર્યુ અને કેન્દ્રમાં અટલ બિહારીએ સરકાર બનાવી હતી. અમે તેમને દિલથી સમર્થન કર્યુ હતુ. પરંતુ હવે તે નવ હિંદુત્વવાદી હિંદુત્વનો ઉપયોગ ફક્ત ફાયદા માટે કરી રહ્યા છે

Tags:    

Similar News