સનાતન ધર્મને સમાપ્ત કરવાના નિવેદન બદલ ફટકાર:સુપ્રીમ કોર્ટે કહ્યું- ઉધયનિધિએ પોતાના અધિકારોનો દુરુપયોગ કર્યો

સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને તેમના નિવેદન "સનાતન ધર્મ સમાપ્ત કરો" પર ફટકાર લગાવી હતી.

Update: 2024-03-05 03:20 GMT

સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનના પુત્ર અને મંત્રી ઉધયનિધિ સ્ટાલિનને તેમના નિવેદન "સનાતન ધર્મ સમાપ્ત કરો" પર ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે તમારા અધિકારોનો દુરુપયોગ કર્યો છે. તમે સામાન્ય માણસ નથી, મંત્રી છો. તમારે નિવેદનના પરિણામો વિશે વિચારવું જોઈએ.ઉધયનિધિના નિવેદન બાદ ઘણા રાજ્યોમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ઉધયનિધિએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે તમામ એફઆઈઆરને એક જગ્યાએ મર્જ કરવામાં આવે. ઉધયનિધિ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી કોર્ટમાં હાજર થયા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તની બેન્ચે આ અપીલ પર સુનાવણી કરી હતી. કોર્ટ હવે 15 માર્ચે આ અંગે સુનાવણી કરશે.

Tags:    

Similar News