તાલિબાનનો કશ્મીર રાગ : ભારતના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આપ્યો કરારો જવાબ..!

Update: 2021-09-04 06:57 GMT

એક તરફ અફઘાનિસ્તાનની પંજશીર ઘાટીમાં તાલિબાન અને રેજિસ્ટેન્સ ફોર્સ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન બન્નેએ પંજશીર જીત્યું હોવાનો દાવો કર્યો છે. તો બીજી તરફ અફઘાનિસ્તાનમાં સરકારની જાહેરાત પહેલાં ભારતે કાશ્મીરનો રાગ આલાપનાર તાલિબાનને જડબાતોડ જવાબ આપ્યો છે.

ભારતના કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યુ હતું કે, ભારત દેશના તમામ નાગરિકો બંધારણનું ચુસ્ત પાલન કરે છે. અહીંની મસ્જિદોમાં દુઆ કરતા લોકો પર ગોળીઓ અને બોમ્બથી હુમલો કરવામાં નથી આવતો. તો સાથે જ યુવતીઓને શાળાએ જતી પણ રોકવામાં નથી આવતી. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આ વાત તાલિબાનના નિવેદનના જવાબમાં કહી છે. તો તાલિબાને કાશ્મીર સહિત વિશ્વભરના મુસ્લિમોનો અવાજ ઉઠાવવાનો અધિકાર હોવાનું જણાવતા મુખ્તાર અબ્બાસ નકવીએ તાલિબાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે, ભારત દેશના મુસ્લિમોને છોડી દો, તેમની ચિંતા કરવાની તાલિબાનને જરૂર નથી.

Tags:    

Similar News