અયોધ્યામાં બની રહેલા શ્રીરામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે તપાસ શરૂ કરી....

અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. તેવામાં મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

Update: 2023-09-20 11:15 GMT

અયોધ્યામાં શ્રી રામ મંદિરના નિર્માણનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. તેવામાં મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ધમકી મળતા જ પોલીસ પ્રસાશન દોડતું થયું હતું. પોલીસને 112 કંટ્રોલ રૂમ પર અયોધ્યા રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ફોન આવ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમ અને સાઇબર સેલની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન સામે આવ્યું કે ધમકી ભરેલો ફોન જે નંબર પરથી આવ્યો હતો તે ફતેહગંજ પશ્ચિમના નામે રજિસ્ટર્ડ છે. 10 સપ્ટેમ્બર રાતે પોલીસ ફતેહગંજ સ્થિત ગિરીશના ઘરે પહોચી તો સામે આવ્યું કે આ ફોન તો તેના દીકરા પાસે છે. બાળકે રમત રમત માં પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને ધમકી આપી હતી. પોલીસ તપસ દરમિયાન સામે આવ્યું કે આ ફોન કરનાર બીજું કોઈ નહીં એક સગીર વયનો યુવાન છે. ધમકી આપનાર માત્ર 14 જ વર્ષનો છે. અને તે 8માં ધોરણમાં ભણે છે. વિધ્યાર્થીએ કોની સૂચના પ્રમાણે ધમકી આપી તે વિષે પણ તપાસ કરવામાં આવી રહી છે.   

Tags:    

Similar News