ઇન્ડોનેશિયાના ગવર્નર રોહીદીએ મેસિયાએ લીધી સુરતની મુલાકાત

Update: 2019-07-28 09:31 GMT

ભારત અને ઇન્ડોનિયા સરકાર વચ્ચે વેપાર સબંધ વધુ મજબૂત બને તેવા હેતુથી ઇન્ડોનેશિયાના ગવર્નર રોહીદીની મેસિયા સુરત મગદલા પોર્ટની મુલાકાત લીધી હતી અને લોજીસ્ટિક એસો.ના વેપારી સાથે વેપાર અંગેની માહિતી મેળવી હતી.

ભારત સરકારના નેતૃત્વમાં વિદેશ સાતગે સબંધ માં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઇન્ડોનેશોયા અને ભારત વચ્ચે ના સબંધ વધુમાં વધુ મજબૂત બને તેવા હેતુથી સુરતની મુલાકાતે ઇન્ડોનેશિયાના ગવર્નર આવ્યા હતા અને મગદલ્લા પોર્ટની મુલાકાત લીધી હતી. તેમજ ભારત અને ઇન્ડોનેશિયા ના વ્યાપર સંબંધોમાં વધુ વધારો થાય થાય અને ગાઠ સંબંધો બને તે હેતુથી લોજીસ્ટિકટના વેપારીઓ સાથે મુલાકાત પણ લીધી હતી.

મહત્વની વાત એ છે ઇન્ડોનેશોયા ગર્વનરને સુરત પોર્ટ અંગેની માહિતી આપી હતી. ત્યારે કોલ લોજીસ્ટિક સંદર્ભે ઇન્ડોનેશિયાના સરકાર અને સુરત શહેરના સંબંધી પ્રસ્થાપીત થાય તેવી રજુઆત કરાઈ હતી.

Tags:    

Similar News