જામનગરમાં ડેન્ગ્યૂના પોઝિટિવ કેસમાં વધારો: રોગચાળો વકરવાનો ભય

Update: 2018-11-10 10:36 GMT

ડોક્ટરોએ મીની વેકેશન પાડતા દર્દીઓની હાલત કફોડી થઇ

જામનગરની સરકારી હોસ્પિટલમાં છ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા છે. જો કે સ્વાઈનફ્લૂના કેસોમાં હાલ સંપૂર્ણ રાહત જોવા મળી રહી છે. અને તહેવારોના સમયમાં તાવ, શરદી અને ઉધરશના કેસો વધી ગયા છે. ડોક્ટરોએ મીની વેકેશન પાડતા દર્દીઓની હાલત કફોડી થઇ ગઈ છે.

જામનગર શહેર-જિલ્લામાં હજુ પણ રોગચાળો યથાવત રહ્યો છે. બીજી તરફ દિવાળીના તહેવારોના કારણે અનેક ખાનગી દવાખાના, હોસ્પિટલોમાં રજા રાખી હોવાથી હવે સરકારી હોસ્પિટલમાં ઇમર્જન્સી વોર્ડમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સરકારી હોસ્પિટલ અને ખાનગી દવાખાના આગામી સોમવારથી ખુલશે, મિશ્ર ઋતુના કારણે લોકો પરેશાન થઇ ગયા છે, તહેવારોના કારણે શહેરમાં સફાઈ નથી થઇ શકી, અને ફટાકડાના કારણે પ્રદુષણ ફેલાયુ છે જેથી શ્વાસને લગતા રોગોમાં વધારો થયો છે.જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવનારા તાવના દર્દીઓમાંથી શંકાસ્પદ દર્દીઓના જરૂરી પરીક્ષણ કરાવવામાં આવ્યા હતાં. તેમાંથી ૬ દર્દીના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળ્યા હતાં.જો કે શહેર-જિલ્લાની ખાનગી હોસ્પિટલ, દવાખાનામાં તો અનેક દર્દી ચિકનગુનિયા, ડેન્ગ્યૂની સારવાર લેતા હોવાનું પણ જાણવા મળે છે.

Tags:    

Similar News