જંબુસર: કનગામ અને કાવી વચ્ચે કેનાલ તુટી જતાં ખેતરોમાં ભરાયા પાણી

Update: 2019-11-24 10:46 GMT

જંબુસર તાલુકાનાં કનગામ અને  કાવી વચ્ચે કેનાલ તુટી

જવાથી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડુતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. નાણાની

ચુકવણી નહિ થતાં કોન્ટ્રાકટરે કામગીરી અધુરી મુકી દીધી હોવાનો આક્ષેપ ખેડૂતો કરી

રહયાં છે.

કમોસમી વરસાદના મારથી ખેડૂતો માંડ માંડ બહાર આવી

રહયાં છે તેવામાં હવે તેમને કેનાલમાં પડતા ભંગાણની સમસ્યા સતાવી રહી છે. જંબુસર

તાલુકાના કનગામ અને કાવી ગામની સીમમાંથી વડોદરા બ્રાંચ કેનાલ પસાર થાય છે. આ

કેનાલમાં ભંગાણ પડતાં કેનાલના પાણી ખેતરોમાં ફરી વળ્યાં છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, કોન્ટ્રાકટરને નાણાની ચુકવણી સરકારે નહિ કરતાં તેણે

કામગીરી બંધ કરી દીધી છે અને તેનો ભોગ ખેડૂતો બની રહયાં છે

Tags:    

Similar News