જમ્મુ-કાશ્મીર : સોપોર જિલ્લામાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદનો કમાન્ડર સજ્જાદ નવાબ ઠાર

Update: 2020-04-09 02:48 GMT

જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લામાં મંગળવારે મોડી સાંજે

સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. જેમાં સુરક્ષાદળોને મોટી સફળતા

મળી છે. આ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર સજ્જાદ નવાબને ઠાર કરવામાં આવ્યો

છે. અગાઉ શનિવારે સેનાની પેરા સ્પેશિયલ ફોર્સીસ યુનિટના જવાનોએ

એન્કાઉન્ટરમાં 5 ઘુસણખોરોને

ઠાર કર્યા હતા. જ્યારે 4 એપ્રિલના રોજ કુલગામમાં

સુરક્ષાદળોએ હિઝબુલ મુજાહિદિનના 4 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. 

આ આતંકવાદીઓએ હાલમાં જ 4 નાગરિકોની હત્યા કરી હતી.

સુરક્ષાદળોને સૂચના મળી હતી કે તેઓ હર્દમનગુરી બટપોરમાં છૂપાયેલા છે. ત્યારબાદ

સ્થાનિક પોલીસ, સ્પેશિયલ

ઓપરેશન ગ્રુપ અને રાષ્ટ્રીય રાઈફલ્સે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું હતું જેનો સુરક્ષાદળોએ

જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા. 

Tags:    

Similar News