જેતપુરમાં રૂપિયા ૨,૫૬,૩૧૦ના મુદ્દામાલ સાથે ૧૪ જુગારી ઝડપાયા

Update: 2018-08-19 16:25 GMT

જેતપુર તાલુકાના પો.સબ.ઇન્સ. એચ. એ.જાડેજા તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ના.રા.મા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી મળેલ કે જેતપુર ના ભીડભંજન રોડ ઉપર આવેલ વજુભાઇ રામજીભાઇ ઠુમર નિ વાડીએ બહાર થી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે.

જે આધારે હકીકત વાળી જગ્યા એ રેડ કરતા જુગાર રમતા આરોપી કુલ ૧૪ ઇસમો મળી આવેલ (1) વજુભાઇ રામજીભાઇ ઠુમર રે. જેતપુર (2) ચંદુભાઇ રણછોડભાઈ સોલંકી રે. મજેવડી (3) નવનીત વુજલાલભાઇ સોનિ રે. જેતપુર (4) શિવાભાઇ ખોડાભાઇ જેતપુર (5) નજીરભાઇ નુરમહમદભાઇ લુલાણીયા રે. જેતપુર (6) લખુભાઇ પરબતભાઇ વડુકર રે. જુનાગઢ (7) કાસમભાઇ ગફારભાઇ છાંટબાર રે. જેતપુર (8) દિનેશભાઈ રતિભાઇ રાબડિયા આંબલીયા (9) અજયભાઇ મનસુખભાઇ રાઠોડ રે. મજેવડી (10) ઇશાભાઇ અલારખાભાઇ સંધિ રે. આંબલીયા (11) અશોકભાઈ દિલુભાઇ સોલંકી રે. મજેવડી (12) રફિકભાઇ ગફારભાઇ શેખ રે. જેતપુર (13) સવજિભાઇ લાલજીભાઈ પાનસુરિયા રે. ધોરાજી (14) ઇસ્માઇલ ગફારભાઇ કાથરોટિયા રે.જેતપુર વાળાઓને જુગાર ના સાહિત્ય સાથે રોકડા રૂ. ૧,૪૦,૧૧૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧૨ કિ.રૂ.૨૬૨૦૦/- તથા મો.સા નંગ ૪ કી રૂ. ૯૦,૦૦૦/-સાથે કુલ મુદામાલ રૂ.૨,૫૬,૩૧૦/- સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે

આ સમગ્ર કામગીરીમાં પો.સબ.ઇન્સ. એચ.એ.જાડેજા તથા એ. એસ. આઇ. મજનુભાઇ મનાત. હેડ કોન્સ ભુપેન્દ્રભાઇ મોરી, પો. કોન્સ. નીલેશભાઇ ડાંગર પો. કોન્સ. રાજુભાઇ મકવાણા પો. કોન્સ. ભીખુભાઇ ગોહિલ વિગેરે સ્ટાફના જોડાયા હતા.

 

Similar News