જુનાગઢ : મઢડા ખાતે કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે સોનલબીજની કરાઇ સાદગીભર ઉજવણી

Update: 2021-01-16 13:51 GMT

પૂજનીય માઁ સોનલધામ મઢડાના આંગણે આજે સોનલબીજની 97મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારીના કારણે સરકારની ગાઈડલાઈનને અનુસરી સાદગીભર ઉજવણી દરમ્યાન સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જુનાગઢ જિલ્લાના કેશોદ નજીક આવેલા મઢડા ગામે માઁ સોનલ બિરાજમાન છે. અહીં દર વર્ષે સોનલ બીજની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે સોનલ બીજની સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. સોનલમાઁએ વ્યસનમુક્તિ અભિયાનનું બીડું એકલા હાથે ઝડપી વ્યસનમુક્તિ કરાવી હતી. માઁ સોનલે અનેક પરચાઓ પૂર્યા હતા. પુરી શ્રધ્ધા અને આસ્થાથી માઁના દર્શન કરતા જ આંખના પલકારામાં આધિ, વ્યાધિ અને ઉપાધિ સહિત તમામ દુઃખો દૂર થાય છે, ત્યારે સરકારના નિયમોના પાલન સાથે સોનલ બીજની સાદગીભર ઉજવણી કરવામાં આવી હતી.

જુનાગઢ ખાતે ચારણ સમાજ તેમજ સર્વ સમાજમાં સોનલમાં પૂજનીય દરજ્જા પર રહ્યા છે. દર વર્ષે સોનલ બીજની ઉજવણીમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિકો અહીં દર્શને આવે છે, ત્યારે આવનાર દિવસોમાં કોરોના સમગ્ર વિશ્વમાંથી નાબૂદ થાય તેવી માઁ સોનલને સૌકોઈએ પ્રાર્થના કરી હતી. ઉપરાંત સોનાલધામના તમામ સ્વયં સેવકોએ પણ સોનલ માઁના દર્શને આવતા ભક્તોને વિનંતી કરી હતી કે, આ વર્ષે પોતાના ઘરે જ સોનલ બીજની ઉજવણી કરે, તો લોકોએ પણ કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિને સમજી સાથ સહકાર આપ્યો હતો.

Tags:    

Similar News