કરજણ : કોલીયાદ ગામના ત્રણ બાળકો અચાનક થયા ગુમ, જુઓ પછી શું થયું

Update: 2020-12-09 10:02 GMT

કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં આવેલી તળાવડીમાં એકજ પરિવારના ત્રણ બાળકોના મોતથી ગમગીની ફેલાય છે. ત્રણેય બાળકો તળાવમાં ગયેલા ક્રિકેટના બોલને લેવા માટે તળાવમાં ઉતર્યા બાદ ડુબી ગયાં હોવાની આશંકા સેવાય રહી છે.

કોલીયાદ ગામના રબારી વાસમાં રહેતા સુરેશભાઇ સાનિયાના ત્રણ પુત્રો મધુર કુમાર, ધ્રુવકુમાર તેમજ ઉત્તમ કુમારગતરોજ બપોરના લાપતા બન્યા હતાં.  લાપતા બનેલા કિશોરની તેઓના પરિવારજનોએ શોધખોળ આદરી હતી પણ લાપતા બનેલા કિશોરો મળી આવ્યા ન હતા.જે સંદર્ભે કરજણ પોલીસ મથકમાં પણ જાણ કરાઈ હતી. બુધવારના રોજ સવારે ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં આવેલી તળાવડીમાં ક્રિકેટ બોલ તરતો જોવા મળ્યો હતો. જેના આધારે તળાવમાં શોધખોળ કરવામાં આવતાં ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતાં. બાળકો બોલ લેવા તળાવમાં ઉતર્યા હોવાનું અનુમાન લગાવીને પાણીમાં વાંસ નાખતા એક કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો. વધુ શોધખોળ કરતાં અન્ય બે બાળકોના મૃતદેહ પણ મળી આવ્યાં હતાં. ત્રણેય મૃતદેહોને બહાર કાઢવામાં આવતાં પરિવારજનોના હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

Tags:    

Similar News