કરજણઃ નેશનલ હાઈવે ઉપર માંગલેજ ગામ પાસે BTSનાં કાર્યકરોએ કર્યો ચક્કાજામ

Update: 2018-08-07 13:02 GMT

આગામી 9મી ઓગષ્ટે વિશ્વ આદિવારી દિવસ નિમિત્તે શાળાઓમાં રજા જાહેર કરવાની કરી માંગ

આગામી તારીખ 9 ઓગષ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકેની ઉજવણી થવા જઈ રહી છે. યુનો દ્વારા ઘોષિત આ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી માટે શાળાઓમાં એક દિવસની રજા જાહેર કરવામાં આવે તેવી ઠેર ઠેર માંગ કરવામાં આવી રહી છે. જેને અનુલક્ષીને આજરોજ બીટીએસ(ભિલિસ્તાન ટાઈગર સેના)નાં કાર્યકરોએ આજરોજ કરજણનાં માંગલેજ ગામ પાસે નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમની માંગ હતી કે અન્ય દિવસોની ઉજવણી માટે રજા જાહેર કરવામાં આવે છે. તો આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારો અને જિલ્લાની શાળાઓમાં પણ રજા જાહેર કરી આદિવાસી દિનની ઉજવણીમાં સહભાગી બને તેવી માંગ કરી હતી.

હાઈવે ઉપર ચક્કાજામ કરી રહેલા બીટીએસનાં કાર્યકરોએ સરકાસ સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં કરજણ પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં વિરોધ દર્શાવી રહેલા 10થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે કાર્યકરોને અટકાવી હાઈવે ઉપરનો વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો.

Similar News