કચ્છ : અબડાસામાં 15 બૂટલેગર-માથાભારે શખ્સોને ક્ચ્છ સહિત પડોશી જિલ્લામાંથી એકસાથે તડીપાર કરાયા

Update: 2019-05-03 17:34 GMT

દેશી-વિદેશી શરાબના વેચાણ અને મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલાં 15 માથાભારે લોકોને અબડાસાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દેવેન્દ્રસિંહ ઝાલાએ કચ્છ અને પડોશના વિવિધ જિલ્લાઓમાંથી 3થી 6 મહિના માટે તડીપાર કરી સપાટો બોલાવ્યો છે. SDMએ નલિયા પોલીસ સ્ટેશન દ્વારા મોકલાયેલી દરખાસ્તમાં જણાવાયેલાં 10 શખ્સોને તડીપાર કર્યાં છે.

જેમાં મોથાળાના ઈમરાન મામદ નોડે, બાંડીયાના જોરૂભા હરીસંગજી જાડેજા, કુલુભા ઊર્ફે કુલીયો અભયસિંહ જાડેજા, જગુભા ગોધુભા જાડેજા, નલિયાના બબા મીઠુ કોલી, રમેશ મીઠુ કોલી, કૂવાપધ્ધરના સીધુભા વાઘજી જાડેજા, દોલુભા લાખુભા જાડેજા, રૂપસિંહ હાકમસિંહ સોઢા અને જતવાંઢના જુણસ સુમાર જત એમ કુલ 10 શખ્સનો સમાવેશ થાય છે. જ્યારે, વાયોર પોલીસ સ્ટેશન અંતર્ગત દિવાકર જગદીશ પાન્ડે (રહે.વિકાસપૂરમ વાયોર), કોઠારા પોલીસ સ્ટેશન અંતર્ગત દિલુભા ઊર્ફે દિલીપસિંહ કનુભા જાડેજા (રહે. ખીરસરા કોઠારા), જખૌ પોલીસ સ્ટેશન અંતર્ગત ભરતસિંહ ગગુભા જાડેજા, વાલજી બબા પારાધી અને મહેન્દ્રસિંહ ઊર્ફે મુન્નો ગાભુભા જાડેજાનો સમાવેશ થાય છે.જેઓને ક્ચ્છ તેમજ પાડોશી મોરબી , બનાસકાંઠા , પાટણ , રાજકોટ , સુરેન્દ્રનગર જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News