કરછ: ઉનાળાના પ્રારંભે જ ભુજમાં ટેન્કર રાજ, જુઓ શું છે પરિસ્થિતી

Update: 2021-03-11 06:28 GMT

કચ્છમાં હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે તેવામાં ભુજ શહેરમાં ફરી ટેન્કરરાજ જોવા મળી રહ્યું છે ઉનાળાના આરંભે જ ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા દરરોજ લોકોને ટેન્કર મારફતે પાણી પહોચાડવામાં આવી રહ્યું છે.

હજી તો ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યારે જ ભુજમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે॰ શહેરીજનોને પાંચ સાત દિવસ સુધી પાણી મળતું નથી જેના કારણે ટેન્કર સેવા પર ભાર વધી ગયો છે હાલમાં ભુજ સિટીમાં દરરોજ ટેન્કરના 100 થી 125 ફેરા કરવામાં આવી રહ્યા છે પાણીની અનિયમિતતાના કારણે લોકોને પાણી માટે ફરજિયાત મોટો ખર્ચો કરી ટેન્કર મંગાવવા પડે છે.પાલીકા દ્વારા ટેન્કરના ફેરા કરીને પાણી વિતરણ કરાય છે. હાલમાં ચૂંટણી પુરી થઈ ગઈ છે પણ પાણી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી જે વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચતા નથી ત્યાં ટેન્કર પહોંચડાય છે. ઉનાળાના આરંભે જ આવી પોકળ વ્યવસ્થા હોય તો આગામી સમયમાં કાળઝાળ ગરમીના સમયે ભુજવાસીઓને જળ કટોકટીનો સામનો કરવાની નોબત આવશે.

Tags:    

Similar News