કચ્છ : ચોમાસાની શરૂઆતમાં જ પડ્યો સારો વરસાદ, 30 જેટલા ડેમોમાં થઈ નવા નીરની આવક

Update: 2020-06-25 06:33 GMT

ક્ચ્છ જિલ્લામાં નાની સિંચાઇની 170 યોજનાઓ છે. જેમાં ચાલુ વરસાદી મોસમમાં બે યોજના ઓવર-ફ્લો થઈ છે. નખત્રાણા તાલુકામાં ઝાલુ અને અબડાસા તાલુકામાં બલવંત સાગર-સુથરી યોજના ઓવર-ફ્લો થઈ છે. આ ઉપરાંત 30 જેટલા ડેમોમાં મોટા પ્રમાણમાં પાણી આવ્યું છે.

કચ્છમાં ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ પડ્યો છે. જેથી વિવિધ ડેમો, તળાવોમાં સારી એવી માત્રામાં વરસાદી નીર આવ્યા છે. વરસાદી પાણીનો સંગ્રહ થતા કચ્છના લોકો માટે એ ઉપયોગી નીવડશે તેવું લાગી રહ્યું છે.

ક્ચ્છ જિલ્લા પંચાયતમાંથી માહિતી અનુસાર, જિલ્લામાં 170 નાની સિંચાઈના ડેમ છે. જેમાં ભુજમાં 35, અંજારમાં 12, માંડવીમાં 21, મુન્દ્રામાં 11, નખત્રાણામાં 16, લખપતમાં 17, અબડાસામાં 24, રાપરમાં 16 અને ભચાઉમાં 18 ડેમ છે, ત્યારે જિલ્લામાં કુલ 30 ડેમોમાં નવા નીર આવ્યા છે, જે પૈકી બે ઓવર-ફ્લો થયા છે. હજી વરસાદ પડશે એટલે પાણીની આવક વધશે, ત્યારે વરસાદી પાણીના વહેણ આડે આવતા તમામ અવરોધોને દૂર કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News