કચ્છ: સરકારી તબીબનો લાંચ માંગતો વિડિઓ વાયરલ

Update: 2019-07-09 07:13 GMT

કચ્છના અબડાસા તાલુકાના ડુમરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો તબીબ મેડિકલ સર્ટીફિકેટ ઈસ્યૂ કરવા બદલ અરજદાર પાસેથી ગેરકાયદે ૨૦૦-૨૦૦ રૂપિયા ઉઘરાવતો હોવાનો વિડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે.

સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ઉમરના પ્રમાણપત્રની જરૂર હોઈ પ્રમાણપત્ર મેળવવા દર્દીઓ ડુમરાના સરકારી દવાખાને જાય છે. પરંતુ ફરજ પરના સરકારી તબીબ સર્ટીફિકેટ બદલ ૨૦૦ રૂપિયાની માંગણી કરતા હોવાનો વિડિઓ વાયરલ થયો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ડૉક્ટરે છેલ્લાં ઘણાં સમયથી અહીં દવાખાનાના નામે દુકાન જ ખોલી દીધી છે. ગામડાનાં અભણ અને ભોળાં લોકો પાસેથી મનફાવે તે રીતે પૈસા ઉઘરાવે છે. તો ભુજથી આવતી દવાઓનો જથ્થો પણ તેના ઘરમાં સંઘરી રાખે છે. જો કે, તબીબે એવો ખુલાસો આપ્યો કે લોકો મને ખુશ થઈને નાણાં આપે છે..આ સંદર્ભે જિલ્લા આરોગ્ય અધિકારી અને ડીડીઓને રજુઆત કરાઈ છે.

Tags:    

Similar News