મહારાષ્ટ્ર : જલગાંવમાં ટ્રક પલટી જતાં 15 શ્રમિકોના મોત, PM મોદીએ મૃતકોના પરિવાર માટે જાહેર કરી સહાય

Update: 2021-02-15 12:24 GMT

મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક માર્ગ અકસ્માતમાં 15 લોકોના મોત થયા છે. મોડી રાત્રે ટ્રક પલ્ટી જતા દુર્ઘટના સર્જાઈ છે. આ મજુરો લઈ જઈ રહેલી ટ્રકમાં મહિલાઓ અને બાળકો સામેલ હોવાનું પણ જાણવા મળ્યું છે.

જલગાંવ જિલ્લાના યાવલ તાલુકામાં કિનગાવ પાસે આ અકસ્માત સર્જાયો છે. જલગાંવ પોલીસ પ્રમાણે ટ્રક રાવેર જઈ રહ્યો હતો અને તમામ મજુરો રાવેરના રહેવાસી હતી.

મહારાષ્ટ્રના જલગાંવ નજીક થયેલા અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું. તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રના જલગાંવમાં ગંભીર ટ્રક અકસ્માત, શોકગ્રસ્ત પરિવારને મારી સંવેદના, ઘવાયેલા વહેલી તકે સ્વસ્થ થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે સહાય મંજૂર કરી. ટ્વીટ કરી પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું કે, PMએ પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત કોષમાંથી દરેક મૃતકના પરિજનને રૂ. 2 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલી વ્યક્તિને રૂ. 50,000 અપાશે.

https://twitter.com/PMOIndia/status/1361251765052731393?s=20

Tags:    

Similar News