નર્મદા : કેવડીયા સ્થિત નર્મદા ડેમની સપાટી 127.24 મીટર, 1.50 લાખ કયુસેક પાણીની આવરો

Update: 2020-08-24 11:06 GMT

ગુજરાતની જીવાદોરી ગણાતા નર્મદા ડેમની સપાટીમાં ચાર દિવસથી વધારો થઇ રહયો છે. ડેમની હાલની સપાટી 127.24 મીટર પર પહોંચી છે જયારે ડેમની મહત્તમ સપાટી 138.60 મીટરની છે.

નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલાં નર્મદા બંધની સપાટીમાં છેલ્લા 4 દિવસથી સતત વધારો નોંધાઇ રહ્યો છે. નર્મદા ડેમની સપાટી 127.24 મીટરે પહોંચી છે. મધ્ય પ્રદેશમાં સારો વરસાદ પડતા પાણી સીધું સરદાર સરોવરમાં આવી રહ્યું છે. ઉપરવાસ માંથી 1.50 લાખ ક્યુસેક પાણીનીઆવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમમાં 2150 MCM (મ્યુલીયન ક્યુબિક મીટર ) લાઈવ પાણીનો જથ્થો છે ડેમના દરવાજા લાગતા ડેમની સ્ટોરેજ કેપેસિટી વધી છે.

નર્મદા ડેમ ખાતે 121.92 મીટરની સપાટી પછી દરવાજા લગાવી દેવામાં આવ્યાં છે. જો દરવાજા ન હોત તો લોકોને ઓવરફલો થતો નર્મદા ડેમ જોવા મળી રહયો હોત. નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ વધતાં આવનારા દિવસોમાં ગુજરાતને પુરતા પ્રમાણમાં પીવાનું તેમજ સિંચાઇનું પાણી મળી રહેશે…..

Similar News