નર્મદા : સતત બીજા વર્ષે નર્મદા ડેમ 138.60 મીટરની પુર્ણ સપાટીએ ભરાયો

Update: 2020-09-17 07:16 GMT

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ સતત બીજા વર્ષે 138.60 મીટરની પુર્ણ સપાટી સુધી ભરાયો છે. રાજય સરકારે ડેમને 100 ટકા ભરીને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના જન્મદિવસની ભેટ આપી હતી. 

સરદાર સરોવર નર્મદા ડેમ 17મી સપ્ટેમ્બર 2020ના રોજ 138.68 મીટર પોતાની પૂર્ણ સપાટીએ પહોંચ્યો હતો. 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો 70મો જન્મદિવસ ઉજવી રહયાં છે ત્યારે રાજય સરકારે તેમને અનોખી ભેટ આપી હતી. સતત બીજા વર્ષે નર્મદા ડેમ તેની પુર્ણ સપાટીએ ભરાયો છે.  ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી નર્મદા નીરના ઈ-વધામણા કર્યાં હતાં. જ્યારે ગુજરાત સરકાર નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ, સરદાર સરોવર નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાએ નર્મદા ડેમ ખાતેથી પૂજા વિધિ કરીને નર્મદા નિરના વધામણાં કર્યા હતાં.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે નર્મદા નદી પર ડેમનું સ્વપન જોયું હતું.  ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણીની અને અન્ય વિસ્તારમાં પીવાના પાણીની કિલ્લત ન પડે એ સપનું સાકાર થયું છે. કમનસીબે ભૂતકાળમાં UPA સરકારે 7 વર્ષ સુધી નર્મદા ડેમમાં ગેટ લગાડવાની મંજૂરી આપી ન હતી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી આ સ્વપન સાકાર થયું છે.

Tags:    

Similar News