નર્મદા : ગીચડ ગામે આગ હોનારતમાં બેઘર બનેલા 9 પરીવારોની વ્હારે આવ્યા ડેડીયાપાડાના વેપારી-અગ્રણીઓ

Update: 2020-04-21 12:32 GMT

ગત રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ગીચડ ગામે પટેલ

ફળિયામાં આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. જેમાં 9 જેટલા મકાનોમાં રહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, ત્યારે પરિવારના સભ્યો બેઘર બનતા

ડેડીયાપાડાના કેટલાક વેપારીઓ તેમની વ્હારે આવી મદદ કરી હતી.

આજરોજ ગીચડ ગામે 9 જેટલા

મકાનો સળગી જતા બેઘર બનેલા પરિવારની મદદે જુદા જુદા લોકો આગળ આવ્યા હતા. જેમાં

ડેડીયાપાડાના મુખ્ય દાતા મહેશ અંબાલાલ પટેલ, રામ

કિશોર પટેલ,

હિતેષ દરજી, દર્શન પટેલ તથા ડેઙીયાપાડાના વેપારી

અગ્રણીઓ અને દાતાઓએ ભેગા થઈને નાશ પામેલ ઘરવખરીને ફરીથી સજીવન કરવા સંપૂર્ણ

ઘરવખરીનો સામાન આપ્યો હતો. જેમાં એક કુટુંબ દીઠ તિજોરી, વ્યક્તિ દીઠ પલંગ અને ખુરશી, કપડાની બેગ, પાણી ભરવાનું બેરલ, ગોદડા, રજાઈ, ધાબળા

અનાજની કીટ,

મરચા મસાલા ભરવાની બરણી, રસોડાના વાસણો સહિતની ઘર વપરાશના

સંપૂર્ણ સાધનો આપી બેઘર પરિવારોને સહાયનું વિતરણ કરી તેમનના આંસુ લૂછવાનો સરાહનીય

પ્રયાસ કર્યો હતો.

Tags:    

Similar News