અમરેલી : ટાઉતે બાદ હવે પાણીની તાકાત , ભારે વરસાદમાં વાહનો અને પશુઓ તણાયાં

અમરેલી જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લામાં આજે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Update: 2021-06-10 15:04 GMT

અમરેલી જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જિલ્લામાં આજે રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ચરખડીયાની ખારી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. બપોરના ૨ થી ૩ વાગ્યા સુધીમાં ૪ થી ૫ ઈંચ વરસાદ વરસ્યો હતો. આંબરડી ગામમાં ચોમાસાના પ્રારંભે લોકોએ ક્યારેય વિચાર્યો ના હોય તેવો વરસાદ વરસ્યો હતો.

બપોરના સમયે ગામમાં અનારાધાર વરસાદ વરસતા ગામની મુખ્ય બજારમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં ટ્રેકટરની ટ્રોલી અને ચાર મોટરસાયકલ તણાયા હતા. તો ગામની SBI બેંકની શાખામાં પણ પાણી ઘૂસી ગયા હતા. જોકે, હાલ પાણી ઓસરી જતા ગામલોકોએ રાહત અનુભવી છે. જિલ્લાના સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ ઉપરાંત ધારી તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાખાપાદર પાસેથી પસાર થતી શેલ નદી અને વાવડીની નદી બે કાંઠે વહેતી થઈ હતી.

Tags:    

Similar News