ચંદ્રશેખરને ફરીથી ટાટા ગ્રુપની કમાન 2027 સુધી મળી

Update: 2022-02-12 08:22 GMT

દેશના સૌથી મોટા કોર્પોરેટ હાઉસ ટાટા ગ્રૂપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સનું નેતૃત્વ પાંચ વર્ષ માટે એન. ચંદ્રશેખરન કરશે. ટાટા સન્સના બોર્ડે શુક્રવારે ચંદ્રશેખરને ફરીથી ચેરમેન તરીકે નિયુક્ત કર્યા તેઓ 2027 સુધી આ પદ પર રહેશે. 154 વર્ષ જૂના ટાટા જૂથમાં ચંદ્રશેખરનનું નેતૃત્વ એવા સમયે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે જ્યારે કોર્પોરેટ હાઉસ મીઠાથી લઈને લક્ઝરી સેડાન સુધી એક સાથે અનેક મોટા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે.

આમાં ઓલ-ઇન-વન ઇ-કોમર્સ સુપરએપનો સમાવેશ થાય છે. જે સમગ્ર જૂથમાં તમામ ગ્રાહક ઉત્પાદનો અને સેવાઓને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર લાવશે. ટાટા ઇલેક્ટ્રિક વાહનો પર પણ મોટા પાયે કામ કરી રહી છે.આ ઉપરાંત,ગ્રુપ એર ઈન્ડિયાના અધિગ્રહણ સાથે સંપૂર્ણ તાકાત સાથે એરલાઇન ઉદ્યોગમાં પ્રવેશ કરવાની પ્રક્રિયામાં છે. ભવિષ્યમાં 4 ક્ષેત્રો પર ફોકસ કરશે ચંદ્રશેખરન જેમાં ડિજિટલ, એનર્જી, હેલ્થ તથા સપ્લાય ચેનનો સમાવેશ થાય છે.ચંદ્રશેખરનને ફેબ્રુઆરી 2017માં પ્રથમ વખત ટાટા સન્સના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આના થોડા મહિના પહેલા જ કંપનીના તત્કાલીન ચેરમેન સાયરસ પી. મિસ્ત્રીને રાતોરાત બરતરફ કરવામાં આવ્યા હતા. કારણ એ હતું કે મિસ્ત્રીએ ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન ટાટાનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. ટાટા ટ્રસ્ટ્સ ટાટા સન્સમાં 66% હિસ્સો ધરાવે છે. આ પછી મિસ્ત્રી અને કંપની વચ્ચે લાંબી લડાઈ ચાલી. આ લડાઈ માર્ચ 2021માં સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે સમાપ્ત થઈ હતી કે મિસ્ત્રીને પદ પરથી હટાવવાનું કાયદેસર હતું. 

Tags:    

Similar News