પંચમહાલ : અણિયાદ ગામે આવેલી લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓએ કલામહાકુંભમાં વગાડ્યો ડંકો

Update: 2020-01-20 15:02 GMT

શહેરા તાલુકાના ખોજલવાસા ગામે ૨૦૧૯-૨૦ તાલુકા કક્ષાનો કલામહાકુંભ યોજાયો હતો. તેમાં અણિયાદની લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ પ્રથમ અને દ્વિતીય નંબરે વિજેતા બની શાળાનું ગૌરવ વધાર્યુ હતું.

શહેરા

તાલુકાના ખોજલવાસા ગામમાં આવેલી એસ.વી.ખાંટ હાઈસ્કૂલ ખાતે ૨૦૧૯-૨૦નો તાલુકા

કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. જેમાં સાહિત્ય વિભાગ, કલા વિભાગ, સાંસ્કૃતિક વિભાગની વિવિધ પ્રવૃતિઓ

યોજાઈ હતી.આ કળા મહાકુંભમાં અણિયાદની લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી

વિદ્યાર્થીની કિંજલબેન શૈલેષભાઈ બારીયા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થઈ

હતી.જ્યારે શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતી કિંજલબેન ભુરાભાઈ નાયક ભજન ગાયકમાં

દ્બિતિય ક્રમે વિજેતા થઈ હતી.

આ બંને

વિદ્યાર્થીઓની ગુજરાતી લક્ષ્મણપુરા પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યુ હતું. જેને

લઈને શાળાના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ

કલા મહાકુંભમાં ચિત્ર સ્પર્ધામાં આવેલી પ્રથમ કિંજલબેન શૈલેષભાઈ બારીયા આગામી ૭મી

ફેબ્રુઆરીએ જિલ્લા કક્ષાના કલા મહાકુંભ ભાગ લેશે.

Tags:    

Similar News