30 સપ્ટેમ્બરે PM મોદી ગુજરાતમાં, રાજકોટનાં ગાંધી મ્યુઝિયમનાં કાર્યક્રમમાં આપશે હાજરી

Update: 2018-09-21 08:18 GMT

આણંદમાં ચોકલેટ ફેક્ટરીનું પણ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 સપ્ટેમ્બરનાં રોજ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. ગુજરાતની આ મુલાકાત દરમિયાન બે સ્થળોએ કાર્યક્રમમાં હાજરી આપશે તવું મનાઈ રહ્યું છે. જેમાં રાજકોટ ખાતે આવેલી આલ્ફ્રેડ સ્કૂલમાં રૂપિયા 26 કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન વડાપ્રધાનનાં હસ્તે કરવામાં આવશે. આલ્ફ્રેડ સ્કૂલની સ્થાપના 1868માં કરવામાં આવી હતી. ત્યારે રાજકોટ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી હતી. અને આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીએ અભ્યાસ કર્યો હતો.

ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયાના નામે દુનિયાભરમાં જાણીતી એવી અમૂલે પોતાની ચોકલેટ પ્લાન્ટનું ઉદઘાટન પણ વડાપ્રધાનના હસ્તે થાય તેવી શક્યતા છે. આણંદ પાસેના મોગર ખાતે ચોકલેટ પ્લાન્ટ આવેલો છે. 1.5 મેટ્રીક ટન પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતી સતત ચોકલેટ મેકીંગ લાઇન સ્થાપિત કરી છે. અમૂલ ડેરી દ્વારા ચોકલેટ પ્લાન્ટના ઉદઘાટન માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રાજકોટમાં આલ્ફ્રેડ સ્કૂલને મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત કરવાના કાર્યક્રમમાં વડાપ્રધાન ભાગ લેવા માટે તા. ૩૦મી સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાજકોટ મનપા દ્વારા પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અંગે એક-બે દિવસમાં સત્તાવાર જાહેરાત થશે. આ અગાઉ ૨૩ ઓગસ્ટે વડાપ્રધાન મોદીએ ગુજરાતની એક દિવસીય મુલાકાત લીધી હતી.

Tags:    

Similar News